» » હા અહીં લોકશાહી છે... !

હા,  અહીં લોકશાહી છે.....  !

અહીં સત્તા માટે... પ્રજા કરતા શાહુકાર, માથાભારે તત્વોની વધારે જરૂરત રહે છે.

અહીં સત્તા માટે ચૂંટણી જીતવા કરતા,  સત્તાના ચોકઠાં ગોઠવવા વધારે મહત્વના હોય છે.

***

જયારે કોઈ ગરીબ સરકારી સસ્તા અનાજની દુકાને રાશન લેવા, સરકારી અસ્પતાલએ દાખલ થવા,  પોતાના જરૂરી દાખલાઓ માટે તલાટી કે મામલતદાર પાસે પહોંચવામાં 5 મિનિટ મોડો પડે તો ટાઈમ પૂરો થયો કાલે આવજો.... જયારે વ્યક્તિ જણાવે કે મારે કાલનો આખો દિવસ બગડશે રોજગારી કાલની છીનવાસે તોય સામે જવાબ મળે....  6 વાગી ગયા એટલે સમય પૂરો આવતી કાલે આવજો સમજ્યા?

જયારે સરકાર રચવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આખી રાત જાગ્યા એવુ ના જણાવ્યું કે સમય પૂરો થયો સવારે કરીશું....  ના કેમકે લોકશાહી છે....  લોકશાહીમાં લોકોની જરૂરિયાત મુજબ કામ થાય ! લોકો મતલબ લોકો,  પ્રજા નહીં !

- ભરત હુણ

About Bharat Hun

Hi there! I am Hung Duy and I am a true enthusiast in the areas of SEO and web design. In my personal life I spend time on photography, mountain climbing, snorkeling and dirt bike riding.
«
Next
Newer Post
»
Previous
Older Post

No comments:

Leave a Reply